Saturday, June 13, 2026
HomeGujaratહળવદના કોયબા ગામે ટાયર ફેક્ટરીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર

હળવદના કોયબા ગામે ટાયર ફેક્ટરીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર

મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની ફાયર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું: આગમાં મોટાપાયે નુકસાન.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના કોયબા ગામ નજીક આવેલી યુનિટી ઈકો ગ્રીન પ્રા. લિ. નામની ટાયર (રબર) બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગની ગંભીરતાને પગલે મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરથી કુલ છ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ફેક્ટરીને મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના કોયબા ગામ નજીક રોડ પર આવેલી યુનિટી ઈકો ગ્રીન પ્રા. લિ.ની ટાયર (રબર) બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં ટાયર અને રબરનો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આગ અત્યંત પ્રચંડ હોવાથી ફાયર વિભાગે તેને મેજર કોલ જાહેર કરી મોરબીમાંથી ત્રણ, હળવદમાંથી એક તેમજ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાંથી એક-એક ફાયર ટેન્ડર સહિત કુલ છ ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ હતી.

આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂરના ગામો સુધી જોવા મળતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ફેક્ટરીમાં સળગી ગયેલા ટાયર, રબર અને અન્ય સામગ્રીને કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!