Sunday, June 14, 2026
HomeGujaratવાંકાનેરમાં બે જૂથોની અથડામણમાં 'નવાણિયા કુટાયા', બે પિતરાઈ ભાઈઓ પર જીવલેણ હુમલો

વાંકાનેરમાં બે જૂથોની અથડામણમાં ‘નવાણિયા કુટાયા’, બે પિતરાઈ ભાઈઓ પર જીવલેણ હુમલો

કુહાડી અને છરી વડે સશસ્ત્ર હુમલો, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પોલીસે એટ્રોસિટી અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ હથિયારો સાથે ઉભેલા પક્ષ દ્વારા અંગત કામે નીકળેલ બે પિતરાઈ ભાઈઓ પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બંને પિતરાઈ ભાઈઓનો પીછો કરી કુહાડી અને છરી વડે હુમલો કરતાં એક યુવકને ગરદન અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, હત્યાનો પ્રયાસ, રમખાણ સહિતની ગંભીર કલમો હેઠળ સાત શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે આરોપી એજાજ ઉર્ફે ડાડલી સહિતની ટોળકી વિરુદ્ધ અલગ અલગ બે કેસ નોંધાયા છે.

વાંકાનેર શહેરમાં બે જૂથો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ બે પિતરાઈ ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી યશદીપ હિતેશભાઈ સોલંકી ઉવ.૨૨ રહે. આંબેડકરનગર શેરી નં.૦૧ વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૨/૦૬ ના રોજ તેઓ પોતાના માસીના દીકરા મનીષભાઈ મહાલીયા રહે.પેડક સોસાયટી વાંકાનેર વાળા સાથે સ્ટેશનરીની ખરીદી કરી એક્ટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજના સમયે એક્સિસ બેન્ક નજીક આરોપી એઝાઝ ઉર્ફે ડાડલી, તેનો ભાઈ, ઇકબાલ તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે ઉભા હતા. ત્યારે આરોપીઓએ બંને યુવકોને જોઈ “આ બંનેને મારી નાખો” તેમ કહી પીછો શરૂ કર્યો હતો. ડરના કારણે એક્ટીવા ઝડપથી ચલાવી ભાગવાનો પ્રયાસ કરતા શારદા સ્કૂલ નજીક એકટીવા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયું હતું. ત્યારબાદ બંને યુવકો ભાગવા લાગ્યા હતા. ત્યારે આરોપી એઝાઝ ઉર્ફે ડાડલીએ યશદીપ પર કુહાડી વડે હુમલો કરતાં તેની ગરદનના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય એક અજાણ્યા શખ્સે પીઠના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યશદીપને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી એજાજ ઉર્ફે ડાડલી સહિતની ટોળકી સામે એટ્રોસિટી તથા હત્યાની કોશિષ તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!