Wednesday, June 17, 2026
HomeGujaratમોરબી: કારખાનામાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

મોરબી: કારખાનામાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે રૂ.૧.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે આરોપી હજુ ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પકડાયેલ આરોપીઓ પાસેથી ૮૧ કિલો કોપર વાયર અને એક બોલેરો વાહન મળી કુલ રૂ.૧.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેને પકડી લેવા પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટિયા નજીક આવેલા ભંગારના ડેલામાં દરોડો પાડી આરોપી વિકાસભાઇ અનિલભાઇ લોરીયા રહે.હાલ માળીયા ફાટક પાસે કાંતીનગર મોરબી, સાગરભાઈ મેરામભાઇ સોલંકી રહે. મેધપર તા.માળીયા(મી) તથા ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર રહે.સાપર ગામ તા.જી.મોરબી મુળ રહે.ચાંદરસ તા.માંડલ જી.ભીલવાડ (રાજસ્થાન)વાળાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૮૧ કિલો શુદ્ધ કોપર વાયર કિંમત રૂ.૯૭,૨૦૦/- તથા એક બોલેરો વાહન જીજે-૩૬-ટી-૭૦૧૩ કિ.રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧,૯૭,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી બંને રહે. મેઘપર તા.માળીયા(મી) વાળાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલ આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે આરોપીઓને હસ્તગત કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!