Saturday, June 20, 2026
HomeGujaratરેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના હેઠળ બોર્ડર રેન્જ પોલીસનો સપાટો:હળવદ નજીકથી વિદેશી...

રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના હેઠળ બોર્ડર રેન્જ પોલીસનો સપાટો:હળવદ નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાની સૂચના મુજબ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે હળવદ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું એક કન્ટેનર સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે કન્ટેનર કબજે કરી સ્થળ પર જ તપાસ શરૂ કરી છે. હાલ ઝડપાયેલા વિદેશી દારૂ સહિતના સમગ્ર મુદામાલની ગણતરી અને પંચનામાની કાર્યવાહી ચાલુ છે.આ કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ દારૂની ચોક્કસ કિંમત,જથ્થો અને આરોપી અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!