કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સન્માન અને સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાએ મોરબી સ્થિત આયુષ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મોરબીમાં યોજાયેલ ‘પ્રબુદ્ધ નાગરિક સન્માન અને સંવાદ’ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાની મુલાકાત દરમિયાન તબીબી ક્ષેત્રે નોંધપાત્ર અને લોકોપયોગી સેવાઓ આપવા બદલ આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદોએ તેમની સેવાઓને બિરદાવી આરોગ્ય ક્ષેત્રે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓને મળતી સુવિધાઓ અને સમાજપ્રતિની જવાબદારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ડો. સત્યજીતસિંહ જાડેજાએ મળેલા સન્માન બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ દર્દીઓની શ્રેષ્ઠ સેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ ડો. જાડેજાને અભિનંદન પાઠવી તેમના કાર્યને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.








