Sunday, June 21, 2026
HomeGujaratટંકારામાં 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ટંકારામાં 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ટંકારા, 21 જૂન: વિશ્વ યોગ દિવસ નિમિત્તે ટંકારાના M.P. Doshi Vidyalaya ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

વિશેષ આકર્ષણરૂપે ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતા અને છેલ્લા 18 વર્ષથી ભારતમાં રહી ભારતીય યોગવિદ્યા તથા સાધનાને અપનાવનાર Krishnaji પણ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમની ઉપસ્થિતિએ યોગના વૈશ્વિક સ્વીકાર અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણને ઉજાગર કર્યું હતું.

સમગ્ર યોગ કાર્યક્રમનું સંચાલન યોગ ટ્રેનર કંચનબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજિત યોગ સત્ર દરમિયાન વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટંકારા તાલુકાના મામલતદાર ગોર સાહેબ, Tankara Police Stationનો સ્ટાફ, ટંકારા નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ કારેલીયા તેમજ M.P. Doshi Vidyalayaના આચાર્ય વિજયભાઈ કણઝારિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગના મહત્વને આત્મસાત કર્યું હતું. યોગ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!