Tuesday, June 23, 2026
HomeGujaratવાંકાનેરના સિરામિક કારખાનામાં કરંટ લાગતા ૧૯ વર્ષીય શ્રમિકનું મોત

વાંકાનેરના સિરામિક કારખાનામાં કરંટ લાગતા ૧૯ વર્ષીય શ્રમિકનું મોત

વાંકાનેરના માટેલ રોડ પર આવેલી ઇન ડિઝાઇન સિરામિક ફેક્ટરીમાં લોડિંગ કામ દરમિયાન અકસ્માતે વીજ કરંટ લાગતા ઉત્તરપ્રદેશના ૧૯ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જીલ્લાના લદીગવા ગામના અને હાલ માટેલ રોડ પર આવેલી ઇન ડિઝાઇન સિરામિક ફેક્ટરીમાં રહેતા રેહાન કલ્લુભાઈ શાહ ઉવ.૧૯ લોડિંગ પોઇન્ટ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રેકડો લઈ જતા સમયે ત્યાં પડેલા પંખાના વાયર સાથે સંપર્ક થતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેથી તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!