Tuesday, June 23, 2026
HomeGujaratમોરબી મનપા મેયરની ઉપસ્થિતિમાં નાની વાવડીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026...

મોરબી મનપા મેયરની ઉપસ્થિતિમાં નાની વાવડીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 યોજાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત મોરબી અને સમગ્ર શિક્ષા મોરબીના સંયુક્ત આયોજન હેઠળ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ પ્રસંગ આનંદ અને ગૌરવની લાગણીનો બની રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મેયર ઉત્તમભાઈ સુરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ.”

‘ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો’ સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને નવી આશા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!