મોરબીના વૈભવનગર સોસાયટી વિસ્તારમાં આવેલી આંબાવાડી તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વોર્ડ નં. 9ના કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને સ્થાનિક આગેવાનોએ શિક્ષણ સાથે પર્યાવરણ જાગૃતિને પણ એટલું જ મહત્વ આપવાની અપીલ કરી હતી.






