માળીયા(મી)ના જૂના બસ સ્ટેશન સામે રહેતી ૧૫ વર્ષીય સગીરાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
માળીયા(મી)ના જૂના બસ સ્ટેશન સામે રહેતી સાયનાબેન હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉવ.૧૫ એ ગત તા.૨૦ જૂને બપોરના સમયે પોતાના ઘરના રૂમમાં કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે પરિવારજનો તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બનાવ મામલે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






