Thursday, July 2, 2026
HomeGujaratમોરબીમાં ANCD શાખાની કાર્યવાહી: જાહેર માર્ગ પરથી ૩૫૦૨ રખડતા પશુ પકડ્યા

મોરબીમાં ANCD શાખાની કાર્યવાહી: જાહેર માર્ગ પરથી ૩૫૦૨ રખડતા પશુ પકડ્યા

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ જુલાઈ-૨૦૨૬ સુધીમાં શહેરના જાહેર માર્ગો પરથી ૩,૫૦૨ રખડતા પશુઓને પકડી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલ્યા છે. સાથે જ પશુ અને પેટડોગના રજીસ્ટ્રેશન તથા RFID ટેગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ શહેરમાં જાહેર માર્ગો પર અવરોધરૂપ બનતા રખડતા પશુઓ સામે સતત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જુલાઈ-૨૦૨૬ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી કુલ ૩,૫૦૨ રખડતા પશુઓને પકડીને મોરબી જીલ્લાની આસપાસ આવેલી ગૌશાળાઓ અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હોવાનું મનપાએ જણાવ્યું છે.

આ ઉપરાંત ANCD શાખા દ્વારા ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે ઘાસના વેચાણ માટે ૩૩ લોકોને પરમિટ આપવામાં આવી છે. શહેરના ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૨,૯૨૦ પશુઓને RFID ટેગિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. વધુમાં, મોરબી મહાનગરપાલિકાએ પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પણ રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે. સાથે જ RFID ટેગિંગની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!