Friday, July 3, 2026
HomeGujaratવાંકાનેરમાં ડિગ્રી વગર આયુર્વેદિક દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેરમાં ડિગ્રી વગર આયુર્વેદિક દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

ગુલશન પાર્કના રહેણાંકમાં હરસ, મસા, ભગંદર અને વાઢિયાની સારવાર કરતો હતો, દવા-સાધનો સહિત મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના ગુલશન પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં કોઈપણ ડિગ્રી વગર આયુર્વેદિક દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરનાર બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે સ્થળ પરથી દવાઓ, ઇન્જેક્શનના સાધનો અને અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના શખ્સ સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ગુલશન પાર્ક સોસાયટી વિસ્તારમાં દરોડો પાડતાં રહેણાંક મકાનમાં ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરની હાજરીમાં તપાસ કરતાં જ્યાં બોગસ ડોક્ટર આરોપી જાકીરખાન બસીરખાન પઠાણ ઉવ.૪૦ હાલ રહે. ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર મૂળરહે. ભીલવાડા રાજસ્થાન વાળો હરસ, મસા, ભગંદર, ફિશર અને વાઢિયાની આયુર્વેદિક સારવારના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન તપાસમાં આરોપી પાસે ડોક્ટરી પ્રેક્ટિસ માટેની કોઈ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતા મનુષ્યની સારવાર કરતો હતો. પોલીસે સ્થળ પરથી આયુર્વેદિક દવાઓ, ઇન્જેક્શન સંબંધિત સામગ્રી, સર્જિકલ સાધનો અને પ્રિસ્ક્રિપ્શન બુક સહિત અંદાજે રૂ.૩,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ બોગસ ડોક્ટર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!