મોરબીના લાલપર ગામે કોરલ સિરામિક ફેક્ટરીની લેબર કોલોની નજીક આવેલી પાણીની કુંડીમાં ન્હાવા ગયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકનું પગ લપસતાં ડૂબી જવાથી મોત થયું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી કોરલ સિરામિક ફેક્ટરીની લેબર કોલોની નજીક પાણી ભરેલી કુંડીમાં ન્હાવા ગયેલા નિતેશ રાજકુમાર શર્મા મૂળ વતન ગોરખપુર ઉત્તર પ્રદેશ વાળાનું અકસ્માતે પગ લપસતાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસ તપાસમાં મૃતકની પત્ની પ્રિયાદેવી શર્મા પાસેથી મળેલ પ્રાથમિક વિગતોને આધારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






