Saturday, July 4, 2026
HomeGujaratઘુંટુ ગામે મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ અને જમ્પરની ચોરી

ઘુંટુ ગામે મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ અને જમ્પરની ચોરી

ઇન્ડસ કંપનીના ટાવર પર ચડી અજાણ્યા તસ્કરોએ એરટેલ નેટવર્કના કુલ રૂ.૮૩ હજારથી વધુના સાધનોની ચોરી કર્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગૌશાળાના કમ્પાઉન્ડમાં આવેલા ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર ઉપર ચડીને અજાણ્યા તસ્કરોએ એરટેલ કંપનીના બે અંજના કાર્ડ, કેબલ અને જમ્પર સહિતનો રૂ.૮૩,૬૧૩/- નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગૌશાળા નજીક આવેલા ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર પરથી ગત તા.૦૨/૦૭ના રોજ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ટાવર પર ચઢી એરટેલ નેટવર્કમાં ઉપયોગમાં લેવાતા બે અંજના કાર્ડ, કેબલ અને જમ્પર સહિતનો કુલ રૂ.૮૩,૬૧૩/-નો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો. જે ઘટના બાદ કંટ્રોલ રૂમમાંથી સાઇટ ડાઉન હોવાની જાણ થતાં સુપરવાઇઝર રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી મૂળ ગામ મોડપર તા.મોરબી વાળા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ટેકનિશિયન અને એન્જિનિયરની તપાસ દરમિયાન ટાવરમાંથી જરૂરી સાધનો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે અજાણ્યા ચોર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) અને ૩૩૧(૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!