પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફીલ્ટર હાઉસ પાસે જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોલ પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા આરોપીઓ વીજયભાઇ કમલેશભાઇ પરમાર (ઉ.વ.૨૯, રહે વાવડી રોડ કારીયા સોસાયટી), લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા (ઉ.વ.૨૬, રહે વાવડી રોડ ભગવતીપરા શેરી નં. ૬), તરૂણભાઇ નરસંગભાઇ મારૂ (ઉ.વ.૩૧, રહે વીશીપરા ગુલાબનગર હનુમાનજીનાં મંદિર પાસે), જયેશભાઇ રાણાભાઇ મારૂ (ઉ.વ.૩૨, રહે વાવડી રોડ ગાયત્રીનગર હનુમાનજીનાં મંદિર પાસે), ભારૂભા લાલુભા બાવડા (ઉ.વ.૪૫, રહે લીલાપર રોડ ખડીયાવાસ) વાળાઓને જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. ૩૪,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.