Saturday, July 4, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા "વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા"નું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા “વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા”નું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે “વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ સ્પર્ધાના ભાગરૂપે આજે વોર્ડ નં. ૯ અને વોર્ડ નં. ૧૧ની મેદાનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મેયર તથા મ્યુનિસિપલ કમિશનર મેડમના અધ્યક્ષસ્થાને સ્થળ પર સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ સફાઈ, કચરા વ્યવસ્થાપન, જાહેર સ્થળોની સ્વચ્છતા તેમજ એકંદર વિઝીબલ ક્લિનનેસના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

શહેરના તમામ વોર્ડોમાં ફરજ બજાવતા SSI અને સફાઈ ટીમોને ઉત્તમ કામગીરી માટે પ્રોત્સાહન મળે તે હેતુથી દરેક વોર્ડને કામગીરીના આધારે રેન્કિંગ આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર વોર્ડોને સન્માનિત કરવામાં આવશે, જેથી તમામ વોર્ડોમાં સ્વચ્છતા અંગે હકારાત્મક સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય અને શહેરને વધુ સ્વચ્છ તથા સુંદર બનાવવાના પ્રયાસોને વેગ મળે.

મોરબી મહાનગરપાલિકા શહેરના નાગરિકોને પણ અપીલ કરે છે કે તેઓ શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને, કચરાનું યોગ્ય વિભાજન કરે અને જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવે, જેથી સ્વચ્છ અને સુંદર મોરબીના નિર્માણમાં સૌનો સહયોગ પ્રાપ્ત થાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!