Monday, July 6, 2026
HomeGujaratઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડતા આઇસીયુમાં દાખલ, ડૉક્ટરની સલાહ બાદ કરાવાયા પારણા

ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડતા આઇસીયુમાં દાખલ, ડૉક્ટરની સલાહ બાદ કરાવાયા પારણા

જેતપર ઉપવાસ છાવણીમાં બેભાન થતાં પ્રથમ જેતપર હોસ્પિટલ અને બાદમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા: કિડની અને લીવરમાં સોજો હોવાનું તબીબી નિદાન.

- Advertisement -
- Advertisement -

જેતપર ખેડૂત આંદોલન દરમિયાન ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયાની રવિવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને પ્રથમ જેતપર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરે કિડની અને લીવરમાં સોજો હોવાનું જણાવી તાત્કાલિક પારણા કરવાની સલાહ આપતાં ઉપવાસનો અંત કરાવવામાં આવ્યો હતો.

જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલન દરમિયાન ઉપવાસી નેહુલ અમૃતિયાની રવિવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે અચાનક તબિયત બગડી હતી. ઉપવાસ છાવણીમાં જ તેઓ બેભાન થઈ જતાં કાર્યકરો દ્વારા તાત્કાલિક તેમને જેતપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેતપર હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને મોરબી રિફર કર્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેહુલ અમૃતિયાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઇસીયુમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે.

ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન નેહુલ અમૃતિયાની કિડની અને લીવરમાં સોજો હોવાનું સામે આવ્યું હતું. ડૉક્ટરોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને વધુ જોખમ ટાળવા તાત્કાલિક ઉપવાસ સમાપ્ત કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ આંદોલનના આગેવાનો અને કાર્યકરોએ નેહુલ અમૃતિયાને સમજાવી રાત્રીના અંદાજે ૨:૪૫ વાગ્યે તેમને પારણા કરાવ્યા હતા. નેહુલ અમૃતિયાની તબિયત લથડવાની ઘટનાથી ઉપવાસ છાવણીમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. સમાચાર મળતા જ કાર્યકરો, ખેડૂતો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને તેમના સ્વાસ્થ્ય અંગે સતત માહિતી મેળવી રહ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!