Wednesday, July 8, 2026
HomeGujaratવર્ષ ૨૦૨૪માં માળિયા મી.પોલીસ મથકમાં નોંધાયેલ ચકચારી હત્યાના બનાવમાં ત્રણે આરોપીઓને શંકાનો...

વર્ષ ૨૦૨૪માં માળિયા મી.પોલીસ મથકમાં નોંધાયેલ ચકચારી હત્યાના બનાવમાં ત્રણે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા

વર્ષ ૨૦૨૪ માં માળિયા મી.પોલીસ મથકમાં નોંધાયેલ ચકચારી હત્યાના બનાવની વિગત મુજબ માળીયા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (ઉ.વ.55)નો મૃતદેહ માળીયા મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે આવેલ તલાવડીના પાણીમાં ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ મૃત્યુ અંગે માળીયા પોલીસે અ.મોત અંગે નોંધ કરી લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી હતી.

- Advertisement -
- Advertisement -

જે અંગે માળિયા-મિયાણાના જૂના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઈ મોવર નામના યુવાને માતા શેરબાનું હાજીભાઈ મોવર અને મામા ઈમરાન હૈદર ખોડ અને સગાભાઈ નબીલ હાજીભાઈ મોવર વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, પિતા હાજી અબ્દુલ મોવર પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હતાં. જેથી માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઈની ચા અને શાકમાં ઘેનનાં ટીકડા નાખી બેભાન કરી ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું અને બાદમાં લાશ ને અને બાઇક ને તલાવડીમાં ફેંકી દીધી હતી.

આ કેસમા ત્રણે આરોપીઓ શબનમ હાજીભાઈ મોવર(મરણજનાર ની પત્ની),ઇમરાન હૈદરભાઈ ખોડ (મરણજનાર ના સાળા) અમે નબીલ હાજીભાઈ મોવર (મરણજનાર ના પુત્ર) ની ધરપકડ કરી હતી અને ૦૬/૦૭/૨૦૨૪ થી હાલ સુધી તેઓ જેલહવાલે છે.

ઉપરોક્ત કેસ આજે મોરબી સેકન્ડ એડિશનલ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વિદ્વાન ધારાશાસ્ત્રી મનીષભાઈ પી.ઓઝા (ગોપાલભાઈ)ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ત્રણે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે આ કેસમા બચાવપક્ષે ધારાશાસ્ત્રી કુ.મેનાઝ પરમાર પણ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!