ઘૂંટણ અથવા થાપાના સાંધાના અસહ્ય દુખાવાથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર છે. મોરબી સ્થિત આયુષ હોસ્પિટલમાં અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી (Joint Replacement Surgery) દ્વારા ઘૂંટણ (TKR) અને થાપાના (THR) સાંધા બદલવાની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. ખાસ કરીને આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી આર્થિક રીતે નબળા દર્દીઓને પણ ગુણવત્તાયુક્ત સારવારનો લાભ મળી શકે છે.
આયુષ હોસ્પિટલમાં અનુભવી ઓર્થોપેડિક નિષ્ણાત ડો. રાજદીપસિંહ ચૌહાણ (M.S. Orthopedic) અને ડો. પૂર્વ પટેલ (M.B.B.S., D.Ortho., DNB Orthopedic) દ્વારા દર્દીઓનું નિદાન, માર્ગદર્શન અને અદ્યતન ટેક્નોલોજી સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. હોસ્પિટલમાં ઘૂંટણના સાંધા બદલવાની સારવાર (TKR) તેમજ થાપાના સાંધા બદલવાની સારવાર (THR) ઉપલબ્ધ છે, જેના દ્વારા લાંબા સમયથી સાંધાના દુખાવા, ચાલવામાં તકલીફ અથવા સાંધા ઘસાઈ જવાની સમસ્યાથી પીડાતા દર્દીઓને રાહત મળે છે. હોસ્પિટલ જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આવેલી છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે 9228108108 નંબર પર સંપર્ક કરી શકાય છે.






