મોરબીના નાની કેનાલ રોડ પર નવો સ્થાપિત કરાયેલ સિમેન્ટ કોંક્રિટનો વીજપોલ અચાનક વચ્ચેથી તૂટી પડતાં ચકચાર મચી છે. ઘટના સમયે વીજપ્રવાહ ચાલુ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
રોડનું કામ હજુ ચાલુ છે અને વીજપોલ તાજેતરમાં જ ઉભા કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કોઈ વાવાઝોડું કે વાહનની ટક્કર વગર નવો વીજપોલ કેવી રીતે તૂટી પડ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં વીજપોલના બાંધકામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે અને સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સાથે જ આવા જેટલા પોલ નાખ્યા છે બધા ચેક કરવામાં આવે…વીજપોલ ની ક્વોલિટી ચેક કોને કરી..? આવા વીજપોલને OK કોને કર્યા?વિજપોલ બનાવ્યા કોણે ?આવા અનેક સવાલો ઊભા થયા જે અને જેટલા નવા વીજપોલ.નંખાયા છે તે તમામ ફરીથી ચેક કરવામાં આવે અને આ ગંભીર અકસ્માત બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.






