Sunday, July 12, 2026
HomeGujaratહળવદના સુરવદર ગામે ટ્રેક્ટર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું મોત:પિતાએ વ્યક્ત કરી શંકા

હળવદના સુરવદર ગામે ટ્રેક્ટર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું મોત:પિતાએ વ્યક્ત કરી શંકા

૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બનેલ બનાવ અંગે ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઝારખંડમાં અરજી કરેલ

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સુરવદર ગામે ટ્રાન્સમિશન લાઈનના કામ દરમિયાન ટ્રેક્ટર અકસ્માતમાં ૧૯ વર્ષીય પરપ્રાંતીય યુવકનું મોત થયું હતું.જોકે મૃતકના પિતાએ ઘટનાને શંકાસ્પદ ગણાવી તપાસની માંગ સાથે અરજી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હળવદ તાલુકાના સુરવદર ગામે કલ્પતરુ પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ લિમિટેડમાં મજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના રહેવાસી સાનરેજા માસુમઅલી નઝરુલ ઇસલામ ઉવ.૧૯નું ગત ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ટ્રેક્ટર અકસ્માતમાં મોત થયું હતું. જેમાં યુવક ટ્રાન્સમિશન લાઈનનું કામ પૂર્ણ કરીને કંપનીના ટ્રેક્ટરમાં રૂમ ઉપર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જણાવાયું છે.મૃતકના પિતા માસુમ અલી નઝરુલ ઇસલામ ઉવ.૫૩ રહે. ગામ નેઝાબ વિશ્વાસટોલા જી. શાહિબગંજ થાના રાજમહલ પશ્ચિમ બંગાળ વાળાએ પોતાના પુત્રના મોત અંગે શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઠેકેદાર અને કંપનીના કર્મચારીઓ દ્વારા ઘટનાની વિગતો સ્પષ્ટ આપવામાં આવી નહોતી અને અલગ-અલગ નિવેદનો આપવામાં આવતા સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. પુત્રના અંતિમ સંસ્કાર અને શોકના કારણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવી પિતાએ બાદમાં પોલીસ સમક્ષ અરજી કરી હતી. જેના આધારે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧) હેઠળ ગુનો નોંધી યુવકના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!