Monday, July 13, 2026
HomeGujaratફડસર ગામની સીમમાંથી રૂ.૫.૪૧ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

ફડસર ગામની સીમમાંથી રૂ.૫.૪૧ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસે ફડસર ગામની સીમમાં આવેલા ખરાબામાં દરોડો પાડી રૂ.૫.૪૧ લાખથી વધુનો અલગ-અલગ બ્રાન્ડ અને ક્ષમતાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફ કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ફડસર ગામની સીમમાં ભગવાનભાઈ છગનભાઈ ગોગરાના ખેતરની સામે આવેલા ખરાબામાં આરોપી કરણભાઈ ભરતભાઈ કુંભારવાડિયા રહે.ફડસર તા.મોરબી દ્વારા ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે અને તેને સગેવગે કરવાની તૈયારી ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. જોકે આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કાચની અને પ્લાસ્ટિક નાની-મોટી કુલ ૧,૧૬૪ બોટલ કિ.રૂ.૫,૪૧,૨૬૦/- કબ્જે કરી હતી. હાલ તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!