એક વર્ષથી નાસતો ફરતો આરોપી જુના દેવળિયા ગામેથી ઝડપાયો: મોરબી સહિત અનેક જીલ્લાના પ્રોહિબિશનના ગુનામાં હતો વોન્ટેડ.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડે આંતરજીલ્લા પ્રોહિબિશનના છ જેટલા ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બુટલેગરને હળવદ તાલુકાના જુના દેવળિયા ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે દરોડો પાડી આરોપી વિજય જયંતીભાઈ અઘારા ઉવ.૪૨ને તેના રહેણાંક ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિજય અધારા માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ મહિનાથી ફરાર હતો. તપાસમાં સામે આવ્યું કે તે વાંકાનેર સીટી, હળવદ, સુરેન્દ્રનગર જીલ્લાના લખતર, દાહોદ જીલ્લાના ચાકલિયા તેમજ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ છ ગુનામાં પણ વોન્ટેડ હતો. આરોપીને મોરબી એલસીબી કચેરી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






