Saturday, August 1, 2026
HomeGujaratભારે વરસાદ વચ્ચે મોરબી પોલીસનો માનવતાભર્યો પ્રયાસ: ઝૂંપડપટ્ટીમાં ફૂડ પેકેટ અને નાસ્તાનું...

ભારે વરસાદ વચ્ચે મોરબી પોલીસનો માનવતાભર્યો પ્રયાસ: ઝૂંપડપટ્ટીમાં ફૂડ પેકેટ અને નાસ્તાનું વિતરણ

મોરબી: મોરબીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના કેનાલ ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ અને સામાજિક સંસ્થા હેન્ડ્સ ઓફ કરુણા દ્વારા માનવતાભરી રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાહત કામગીરી અંતર્ગત સિટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે પાણીથી પ્રભાવિત વિસ્તારમાં રહેતા નાના બાળકોને નાસ્તો અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને તૈયાર ફૂડ પેકેટ પહોંચાડી તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારે વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોને સમયસર સહાય મળે તે માટે પોલીસ અને સામાજિક સંસ્થાના કાર્યકરોએ સ્થળ પર પહોંચી સેવા આપી હતી. વરસાદી સંકટ વચ્ચે કરવામાં આવેલી આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.

ફરજની સાથે સંવેદનાનો પરિચય આપતી મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ અને હેન્ડ્સ ઓફ કરુણાનો આ પ્રયાસ અનેક અસરગ્રસ્ત પરિવારો માટે રાહતરૂપ બન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!