વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે ઘરે જ મોત નીપજ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર ટાઉનમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતી અંજલીબેન જીગેશકુમાર રામબહાદુર રાજભર ઉવ.૨૫ મૂળ ભરૈયા, તા.મનકાપુર જી. ગોંડા ઉત્તર પ્રદેશના વતની જેઓનું પોતાના ઘરે બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી વાંકાનેર ડિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ટોઅસ ચલાવી છે.






