Wednesday, August 5, 2026
HomeGujaratમોરબી-૨: આનંદનગરમાં રહેણાંકમાં જુગાર રમતા મકાન માલિક સહિત ચાર ઝડપાયા

મોરબી-૨: આનંદનગરમાં રહેણાંકમાં જુગાર રમતા મકાન માલિક સહિત ચાર ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આનંદનગર સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતા તીનપત્તીના જુગાર પર બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ચાર આરોપીઓને રોકડા રૂ.૩૦,૧૦૦/- સાથે ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ખાનગી બાતમીના આધારે આનંદનગર સોસાયટી, શેરી નં.૧ મોરબી-૨ ખાતે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડતા જ્યાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા ઉવ.૫૦ રહે. આનંદ નગર સોસાયટી, જગદીશભાઈ મોતીભાઈ નૈયા ઉવ.૪૦ પીપળી માનસધામ સોસાયટી મોરબી, રહેતા 28 વર્ષીય યાશીનભાઈ રહિમભાઈ દલ ઉવ.૨૮ રહે.વાવડી રોડ બાવલિયા પીરની દરગાહ પાસે મોરબી તેમજ ઉમેદભાઈ દાઉદભાઈ પઢીયાર ઉવ.૪૭ રહે.વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૩૦,૧૦૦/-સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!