Thursday, August 6, 2026
HomeGujaratહળવદમાં ભરબજારે પાર્ક કરેલું બાઈક ચોરાયું ફરિયાદ નોંધાઈ

હળવદમાં ભરબજારે પાર્ક કરેલું બાઈક ચોરાયું ફરિયાદ નોંધાઈ

પાંડાતીરથ ગામથી ખરીદી માટે આવેલા ખેતમજૂરનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક તસ્કરો ચોરી કરી લઈ ગયા

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરની બજારમાં મોબાઇલની દુકાન પાસે પાર્ક કરેલું પાંડાતીરથ ગામના ખેતમજૂરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક અજાણ્યા વાહન ચોર ચોરી કરી ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયફ નોંધાતા, પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામના રહેવાસી પ્રવિણભાઈ રતુભાઈ ઝીંઝુવાડિયા ઉવ.૪૨એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ૪ ઓગસ્ટે મિત્ર સાથે ખરીદી માટે હળવદ આવ્યા હતા. ત્યારે બપોરે ૪ વાગ્યાના અરસામાં ભવાની મેડિકલ સામે આવેલી મોબાઇલની દુકાન પાસે પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-બીએ-૪૯૦૬ મોટર સાયકલ પાર્ક કરી ખરીદી કરવા ગયા હતા. જ્યાંથી આશરે એક કલાક બાદ પરત ફરતા બાઈક સ્થળ પરથી ગાયબ હતું. ત્યારે બાઇકની આસપાસ શોધખોળ કરવા છતાં નહિ મળતા આખરે બાઈકની ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ હળવદ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!