હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે પંચમુખી ઢોરા નજીક જાહેર રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા વિનોદભાઈ સાદુરભાઈ સુરેલા ઉવ.૫૪, ભરતભાઈ બળદેવભાઈ વિંછીયા ઉવ.૪૧ અને ઝાલાભાઈ હિન્દુભાઈ જાદવ ઉવ.૩૦ બધા રહે. પંચમુખી ઢોરો હળવદ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૪,૩૫૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






