Thursday, August 6, 2026
HomeGujaratરફાળેશ્વર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકને ગંભીર ઈજા

રફાળેશ્વર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકને ગંભીર ઈજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક સર્વિસ રોડ પર ત્રિપલ સવારી જઈ રહેલ મોટરસાયકલને પૂરઝડપે આવેલી કારે હડફેટે લેતા બાઈક સવાર એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ બાઈક ચાલકની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબીના વીસીનગર પવિત્ર કુવા પાસે રહેતા ઇરફાનભાઈ મહમદભાઈ પઠાણ ઉવ.૧૯ ગત ૨૭ જુલાઈના રોજ પોતાની સાથે કામ કરતા કિશનભાઈ બુધાભાઈ સારેસા અને નયનભાઈ અમૃતભાઈ પરમાર સાથે રફાળેશ્વર ચોકડીએ નાસ્તો કરી મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એકે-૦૨૨૦ ઉપર હ્યુન્ડાઇ શોરૂમ જઈ રહ્યા હોય ત્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક વાઇલ્ડ ફ્લાવર હોટલ આગળ સર્વિસ રોડ પર કાર રજી.નં. જીજે-૦૧-કેએન-૬૨૫૦ના ચાલકે બેફામ હંકારી ત્રિપલ સવારી બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકોને ઈજા થઈ હતી, જેમાં નયનભાઈ અમૃતભાઈ પરમારને ડાબા પગમાં ગંભીર ઈજા થતાં રાજકોટ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે યુવકોને સામાન્ય ઈજા થઈ હતી. હાલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!