Thursday, August 6, 2026
HomeGujaratમોરબીના બે પ્રોહિબિશન કેસમાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

મોરબીના બે પ્રોહિબિશન કેસમાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાના અભિયાન દરમિયાન મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડે તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બી ડિવિઝન પોલીસે છેલ્લા એક વર્ષથી ફરાર અન્ય એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા, પેરોલ જમ્પ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઇમરાન રાયબભાઈ જેડા ઉવ.૨૯ રહે.હાલ રણછોડનગર-૨ મોરબી મૂળ ગામ નવાગામ તા.માળીયા(મી) વાળાને મોરબીના ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે આરોપીની અટકાયત કરી તેને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

જ્યારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પ્રોહિબિશન ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઈ માણેક રહે. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાને મોરબીના જુના ઘૂટુ રોડ પર સિલ્વર પાર્ક સોસાયટી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!