Saturday, August 8, 2026
HomeGujaratહળવદ-માળીયામાં રૂ.૩.૦૮ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

હળવદ-માળીયામાં રૂ.૩.૦૮ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

૮૯ પ્રોહિબીશન ગુનામાં ઝડપાયેલા ૭૦,૯૩૭ નંગ બોટલ-ટીન ઉપર પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગની હાજરીમાં બુલડોઝર ફેરવી નિકાલ.

- Advertisement -
- Advertisement -

હળવદ અને માળીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૬-૨૬ દરમિયાન અલગ-અલગ પ્રોહિબીશન ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂની કુલ ૭૦,૯૩૭ નંગ બોટલ-ટીન કિ.રૂ.૩.૦૮ કરોડથી વધુના મુદ્દામાલ ઉપર રોડ રોલર ફેરવી તેનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષકોની સૂચના અનુસાર ગુનાઓમાં કબજે કરાયેલા દેશી-વિદેશી દારૂના જથ્થાનો સમયાંતરે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત હળવદ પોલુસ માથક પીઆઇ અને માળીયા પોલીસ માથક પીઆઇ આર.એસ. પટેલ દ્વારા જરૂરી મંજૂરી મેળવી સુખપર ગામની સીમમાં ડેમ તરફ જવાના રસ્તા પર આવેલી પડતર જગ્યાએ પ્રોહિબીશનનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સરકારી પંચોની હાજરીમાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં હળવદ પોલીસના ૬૭ ગુનામાં ઝડપાયેલ ૩૫,૪૪૬ નંગ દારૂ-બિયર કિ.રૂ. ૧,૦૮,૯૮,૨૬૬/- જ્યારે માળીયા પોલીસના ૨૨ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂની ૩૫,૪૯૧ બોટલ કિ.રૂ.૧,૯૯,૮૯,૦૮૮/-નો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!