Saturday, August 8, 2026
HomeGujaratરંગપરની બંધ ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

રંગપરની બંધ ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર સીઆડી ક્રાઈમે બાતમીના આધારે ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહી: ૬ નમૂના ચકાસણી માટે જૂનાગઢની સરકારી લેબોરેટરીમાં મોકલાયા.

- Advertisement -
- Advertisement -

મોરબીના રંગપર ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ જેટલો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવતા તંત્રએ સીઝ કરી તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા ખાતરના છ અલગ-અલગ નમૂના વધુ ચકાસણી માટે જૂનાગઢની સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

મોરબીના રંગપર ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બંધ પડેલી ઝીબોન સિરામિક ફેક્ટરીમાં મોટી માત્રામાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહિત હોવાની વિગતો સામે આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીના આધારે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી કુલ ૮૦૪ બેગ શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું.

પ્રાથમિક અંદાજ મુજબ આ જથ્થાની કિંમત રૂ.૨ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર જથ્થો કબજે કરી સીલ કરવામાં આવ્યો છે અને સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા ખાતરમાંથી છ અલગ-અલગ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ વૈજ્ઞાનિક ચકાસણી માટે જૂનાગઢ સ્થિત સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જ આ જથ્થો વાસ્તવમાં યુરિયા ખાતર છે કે તેમાં કોઈ ભેળસેળ અથવા અન્ય પ્રકારની ગેરરીતિ છે તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

હાલ નાયબ ખેતી નિયામક વિસ્તરણ મોરબીના કેતનભાઈ પરસાણીયા દ્વારા વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ૮૦૪ બેગ જેટલો મોટો જથ્થો બંધ ફેક્ટરીમાં ક્યાંથી આવ્યો, કોણે અહીં સંગ્રહ કર્યો હતો અને તેનો ઉપયોગ કે સપ્લાય ક્યાં કરવાનો હતો, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બંધ ફેક્ટરીનો આટલી મોટી માત્રામાં ખાતર સંગ્રહ કરવા માટે ઉપયોગ કોણે કર્યો હતો અને ફેક્ટરી માલિક અથવા સંચાલકને આ અંગે જાણ હતી કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે. આ પહેલા પ્રયોગશાળામાં મોકલવામાં આવશે સેમ્પલનો અહેવાલ આવ્યા બાદ સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!