Sunday, August 9, 2026
HomeGujaratબોર્ડર રેન્જ ટીમનો સપાટો:માળિયા.મી નજીક રેઢા પડેલ ટ્રકમાંથી 4092 બોટલ વિદેશી દારૂ...

બોર્ડર રેન્જ ટીમનો સપાટો:માળિયા.મી નજીક રેઢા પડેલ ટ્રકમાંથી 4092 બોટલ વિદેશી દારૂ સહિત 19.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ જતા બ્રિજ પાસે સર્વિસ રોડ પર પડેલ ટ્રક માંથી ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બોર્ડર રેન્જ ભુજ આઇજી ચીરાગ કોરડીયાની સૂચના અનુસાર ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ળેલી બાતમીના આધારે ટ્રક નંબર RJ-52GA-2464ને માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ જતા બ્રિજ પાસે સર્વિસ રોડ પર રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં પ્લાસ્ટિકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલો હતો. જોકે, બોરીઓની નીચે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 4,092 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવી હતી, જેની કિંમત રૂ.9,37,500 હોવાનું તપાસમાં સામે આવ્યું છે.તેમજ આ ટ્રક છે તે રોડ પર રેઢો પડેલ હતો જેથી હાલ આ ટ્રકના ચાલક સહિતના વિરુદ્ધ ગુનો નોંધી ચાલક અને આ દારૂ મોકલનાર અને મંગાવનાર ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલો ટ્રક કિંમત રૂ.10 લાખ અને આશરે 30 ટન સફેદ પાવડરની બોરીઓ કિંમત રૂ.15 હજાર સહિત કુલ રૂ.19,52,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કેસમાં ટ્રકના ચાલક તેમજ તપાસમાં જે આરોપીઓના નામ ખુલશે તેમના વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં PSI એ.પી. વાઘેલા, ASI રસિકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!