મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી LCBની ટીમે દરોડો પાડી જુગાર રમતા કુલ 14 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, જુગારના પાના અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.4,90,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમિયાન મોરબી એલસીબીને મળેલી બાતમીના આધારે પાનેલી ગામની સીમમાં રાતાવિરડા જવાના કાચા રસ્તે આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 14 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ગંજીપત્તાના પાના નંગ-52, રોકડ રૂ.2,40,500 તથા 17 મોબાઈલ ફોન કિંમત રૂ.2,30,000 મળી કુલ રૂ.4,90,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મોરબી એલસીબી ટીમે જુગારધામ પર દરોડો પાડી ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા, લખમણભાઈ મેરાભાઈ બતાડા, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા, રમેશભાઈ મડીયાભાઈ બારીયા, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા, મયાભાઈ હીરાભાઈ પાચિયા,સવજીભાઈ મેપાભાઈ ફિચડિયા, ભુરાભાઈ જામાભાઈ બતાડા, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા, રણજીતભાઈ નારણભાઈ ગમારા, કાંતિલાલ સવજીભાઈ ચાવડા ને ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ પી. જાડેજા,પીએસઆઇ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ વી જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






