પેટ, આંતરડા અને મૂત્રમાર્ગ સહિત વિવિધ રોગોની સારવાર માટે નિષ્ણાત સર્જન દ્વારા સેવા
મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી વિભાગમાં વિવિધ પ્રકારના રોગોની સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પેટ, આંતરડા અને મૂત્રમાર્ગને લગતી વિવિધ સમસ્યાઓ માટે નિષ્ણાત સર્જન દ્વારા સારવાર કરવામાં આવે છે.
આ વિભાગમાં ડૉ. આદિત્ય રાવલ, MS (General Surgeon), લેપ્રોસ્કોપિક-જનરલ સર્જન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ લેપ્રોસ્કોપિક એટલે કે દૂરબીન પદ્ધતિથી કરવામાં આવતા ઓપરેશનમાં નિષ્ણાત છે.
આયુષ હોસ્પિટલ ખાતે એપેન્ડિક્સ અને પિતાશયના ઓપરેશન ઉપરાંત સારણગાંઠ (હર્નિયા), વધરાવણ (હાઇડ્રોસિલ) તથા સુન્નતના ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. હરસ, મસા અને ભગંદરની સારવાર પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત થાઇરોઇડ અને સ્તનની સાદી તેમજ કેન્સરની ગાંઠના ઓપરેશન, પેટના વિવિધ રોગોનું નિદાન અને સારવાર, પેશાબના રોગો, પ્રોસ્ટેટ તથા પથરીની સારવાર પણ ઉપલબ્ધ છે.
જઠર, લીવર, સ્વાદુપિંડ અને આંતરડાના રોગોની સારવાર ઉપરાંત શરીરના વિવિધ ભાગોમાં થતી નાની-મોટી ગાંઠો અને ફોલ્લીની સારવાર તથા નખના રોગોની સારવાર પણ અહીં કરવામાં આવે છે. દરેક પ્રકારની ઈજા અને ઘાની સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
વધુ માહિતી અને સારવાર માટે:
🏥 આયુષ હોસ્પિટલ
📞 75750 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી






