ટંકારાના છત્તર ચોકડીથી વાછકપર રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતા એક બાઈક ચાલકનું સ્થળ ઉપર જ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અન્ય બાઈક ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માત મામલે અકસ્માત સર્જી નાસી ગયેલ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક છત્તર ચોકડીથી વાછકપર રોડ પર મોટરસાયકલ નં.જીજે-૦૩-એડી-૦૬૭૫ ઉપર જઈ રહેલા રોહિતકુમાર સંતોષ રાય મૂળ બિહાર વાળાના બાઈક સાથે સામેથી આવતા મોટરસાયકલ નં. જીહે-૩૬-એએચ-૯૪૦૬ અથડાયું હતું. ત્યારે અકસ્માતમાં રોહિતકુમારને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે અકસમાત સર્જનાર બાઈકચાલકને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તે પોતાનું મોટરસાયકલ લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. અકસ્માતના બનાવ અંગે અક્ષીલભાઈ દિલીપભાઈ પટેલ રહે.રાજકોટ વાળાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોઇ બાઈક ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






