Thursday, August 13, 2026
HomeGujaratમોરબીમાં બે કોમર્શિયલ બિલ્ડિંગમાં ૩૫ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મોરબીમાં બે કોમર્શિયલ બિલ્ડિંગમાં ૩૫ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૫થી ૧૧ ઓગસ્ટ દરમિયાન બે કોમર્શિયલ બિલ્ડિંગમાં ૩૫ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી. સાથે ફાયર સેફ્ટી સિસ્ટમ અને પ્રમાણપત્રોની ચકાસણી કરી ખામીઓ ધરાવતી બિલ્ડિંગને નોટિસ પણ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે ૫ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ દરમિયાન બે કોમર્શિયલ બિલ્ડિંગમાં ૩૫ લોકોને ફાયર સેફ્ટી અને આગ નિવારણ અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ તથા આગ જેવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીમાં અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તેમજ બે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ મળતાં તેને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.

દરમિયાન મોરબીમાં એક ફાયર કોલનો બનાવ બન્યો હતો, જેમાં ફાયર જવાનોએ સ્થળ પર પહોંચી કામગીરી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આગ અથવા કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!