ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જયનગર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા અશ્વિનભાઈ કાળુભાઈ સોલંકી ઉવ.૪૩ રહે. જયનગર તા. ટંકારા, ગીરધનભાઈ બચુભાઈ સોલંકી ઉવ.૪૦ રહે. જયનગર તા.ટંકારા, દરશથભાઈ રમેશભાઈ સોલંકી ઉવ.૩૫ રહે. જયનગર તા. ટંકારા વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન એક અજાણ્યો આરોપી નાસી ગયો હતો જેથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭,૧૦૦/-કબ્જે લઈ ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીની શોધખોળ શરૂ કરી છે.






