Saturday, August 15, 2026
HomeGujaratહળવદ પોલીસે ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને પંચમહાલમાંથી ઝડપી લીધો

હળવદ પોલીસે ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને પંચમહાલમાંથી ઝડપી લીધો

હળવદ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૯ના ચોરીના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઈ બારીયાને પંચમહાલ જીલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફસ્ટ ગુ.ર.નં. ૧૦૫/૨૦૦૯ મુજબ કેદારીયા તથા રણજીતગઢ ગામની સીમમાંથી વર્ષ ૨૦૦૯માં થાંભલા પર ફીટ કરાયેલા અંદાજે ૫૮૫૦ મીટર એલ્યુમીનીયમના વીજ વાયરો કિ.રૂ.૧,૪૫,૬૬૬/-ની ચોરી થઈ હતી, આ ગુનામાં આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઈ છીતાભાઈ ઉર્ફે રયજીભાઈ બારીયાનું નામ ખુલ્યું હતું અને તે ત્યારથી નાસતો ફરતો હતો. ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

જેના અનુસંધાને પોલીસ સ્ટાફે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાંથી ચીમન ઉર્ફે ટીનાભાઈ બારીયા હાલરહે. ગામ વાવકુલી તા.ઘોઘંબા જી.પંચમહાલ મુળ રહે.ગામ રૂપારેલ તા.ઘોઘંબા જી.પંચમહાલ તથા ગામ ભોજપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી સામે દસાડા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૯ દરમિયાન ચોરીના ત્રણ ગુનાઓ પણ નોંધાયેલા છે. હાલ આરોપીને હળવદ પોલીસ દ્વારા હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!