Monday, August 17, 2026
HomeGujaratમોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરની હડફેટે બે વર્ષના માસૂમનું મોત

મોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરની હડફેટે બે વર્ષના માસૂમનું મોત

માતાની નજર સામે રમતા બાળક ઉપર ડમ્પરનું પાછળનું વ્હીલ ફરી વળ્યું: ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબીના સાપર ગામની સીમમાં લોર્ડસ માઇક્રોન કારખાનાની લેબર કોલોનીના રૂમ નજીક રમતા બે વર્ષના બાળકને ડમ્પર ચાલકે પાછળ ધ્યાન રાખ્યા વગર રિવર્સ લેતા અડફેટે લીધો હતો. ત્યારે માથામાં ગંભીર ઈજાઓના કારણે બાળક સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. હાલ મૃતકની માતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુણી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં લોર્ડસ માઇક્રોન કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મુળગામ કુંડલા તા.જી.જાંબુઆ મધ્યપ્રદેશ રાજયના વતની રાજેશભાઈ બીલવાલનો બે વર્ષનો પુત્ર કાળુ ગઈકાલે તા.૧૬ ઓગસ્ટના સાંજે લેબર કોલોનીના રૂમ પાસે માતાની હાજરીમાં રમતો હતો. દરમિયાન ડમ્પર નં. જીજે-૨૩-એડબ્લ્યુ-૭૪૯૦ના ચાલકે પાછળ ધ્યાન રાખ્યા વગર ડમ્પર રિવર્સ લેતા બાળક પાછળના વ્હીલમાં આવી ગયો હતો. અકસ્મતમાં બાળકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે બાળકની માતા ટ્વિન્કલબેન રાજેશભાઇ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!