Tuesday, August 18, 2026
HomeGujaratમોરબી:દુષ્કર્મ કેસમાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલ આરોપીને એલસીબી ફર્લો સ્ક્વોડએ ઝઘડો...

મોરબી:દુષ્કર્મ કેસમાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલ આરોપીને એલસીબી ફર્લો સ્ક્વોડએ ઝઘડો ફરીથી મોરબી સબજેલ હવાલે કર્યો

મોરબી: વર્ષ 2021માં ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપી છેલ્લા દોઢેક માસથી જેલમાંથી પેરોલ પર ફરાર હતો. મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી મોરબી સબજેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કેસમાં આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉં.વ. 49), રહે. લજાઈ ગામ, તા. ટંકારા, જિ. મોરબી)જેલમાં હતો તે દરમિયાન તેને જેલમાંથી પેરોલ મળ્યા બાદ નિર્ધારિત તારીખે પરત મોરબી સબજેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે પેરોલ પરથી ફરાર થઈ ગયો હતો.

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ ને બાતમી મળી હતી કે આરોપી પોતાના ઘરે આવ્યો છે. જેના આધારે 17 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેના ઘરે દરોડો પાડી આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉં.વ. 49), રહે. લજાઈ ગામ, તા. ટંકારા, જિ. મોરબી)વાળાને ઝડપી લઈ મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ કામગીરી એલ.સી.બી.ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.જાડેજા,પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ વી જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!