Monday, August 17, 2026
HomeGujaratબોટાદ SOGનો દરોડો:એક કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

બોટાદ SOGનો દરોડો:એક કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

બોટાદ: બોટાદ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને વપરાશ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ‘NO DRUGS IN BOTAD’ અભિયાન અંતર્ગત બોટાદ SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

બોટાદ SOG ઇન્ચાર્જ પીઆઇ પી. જી.ડાવરા,પીએસઆઇ એ.એમ.રાવલ સહિત ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, પંચપીરની દરગાહ પાસે ભાવનગર રોડ, બોટાદ ખાતે રહેતો સોહિલ ફિરોજભાઈ સિપાઈ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે આરોપીના રહેણાક મકાનમાં તપાસ કરતાં 1.149 કિલો ગ્રામ સુકો ભેજયુક્ત વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે રૂ.57,450, મોબાઈલ ફોનની કિંમત રૂ.10,000 અને રોકડ રૂ.1,400 મળી કુલ રૂ.68,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલે આરોપી સોહિલ ફિરોજભાઈ સિપાઈ(ઉંમર 30 વર્ષ, રહે. પંચપીરની દરગાહ પાસે, ભાવનગર રોડ, બોટાદ )વાળા વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બોટાદમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે બોટાદ SOG પોલીસની કડક કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ કામગીરી બોટાદ SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ડાવરા પીએસઆઈ એ.એમ.રાવલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!