મોરબીના રવાપર રોડ ઉપર જમુના એપાર્ટમેન્ટના રહેણાંક ફ્લેટમાં અગમ્ય કારણોસર વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુના બનાવને લઈ સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા જમુના એપાર્ટમેન્ટ નર્સગ સોસાયટીમાં રહેતા અનિલભાઈ વેલજીભાઈ વિડજા ઉવ.૬૫એ ગત તા.૧૬ ઓગસ્ટના સાંજના પાંચથી રાત્રિના આઠ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંક મકાનના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ બાદ તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






