સગીરા ગુમ થયા બાદ પરિવારની શોધખોળમાં પતો ન લાગતાં પોલીસ ફરિયાદ: મધ્યપ્રદેશના શખ્સ સામે ગુનો નોંધાયો.
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ અત્રેના તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. સગીરા સાથે આરોપી અગાઉ ચેટિંગ કરતો હતો અને તેને કામમાંથી કાઢી મૂક્યા બાદ સગીરાને ભગાડી ગયો હોય. હાલ પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં સગીરાનો પત્તો ન લાગતા ભોગ બનનારના પિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપી અજયભાઈ જાલમસિંગ તાડ રહે.ટાંડાખેડા તા. સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ વાળો ફરિયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં તેને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી લઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી સગીરા તથા આરોપીની શોધખોળ શરૂ કરી છે.






