Wednesday, August 19, 2026
HomeGujaratમોરબી: “મેરે કો જાનતા નહીં સાલા” કહી યુવક પર છરી વડે જીવલેણ...

મોરબી: “મેરે કો જાનતા નહીં સાલા” કહી યુવક પર છરી વડે જીવલેણ હુમલો

રંગપર રોડ પર ધોળા દિવસે શ્રમિકને બે શખ્સોએ ગાળો આપી છાતી, ગળા અને ખંભા ઉપર છરીના ઘા ઝીંક્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર રોડ પર સત્યમ કાંટા નજીક મજૂરી કામે જવા મિત્રની રાહ જોઈ રહેલા શ્રમિક પર બે શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને અજાણ્યા આરોપીઓ એકબીજાને મુકેશ અને રિતેશ નામથી બોલાવતા હતા. ત્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બન્ને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી સુનિલભાઈ કનૈયાલાલ બામણીયા ઉવ.૨૮ હાલ રહે. રંગપર રોડ એબીસી નામના બંધ કારખાનામાં મુળ ગામ ઉમરબંધ થાના ગામ બમલાવત તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા. ૧૮/૦૮ના રોજ બપોરના આશરે ૧૨ વાગ્યે તેઓ રંગપર રોડ પર સત્યમ કાંટા પાસે મજૂરી માટે પોતાના મિત્ર ઈરફાનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બે શખ્સોએ યુવકને રોડ પર કેમ ઉભા છો તેમ કહી ગાળો આપી હતી. યુવકે પોતે મિત્રની રાહ જોઈ રહ્યો હોવાનું જણાવતા બંનેએ કહ્યું કે, “સામને બોલતા હૈ, મેરે કો જાનતા નહીં સાલા, એ રોડ પર ઇધર ખડા નહીં હોને કા” તેમ કહી ગાળો આપી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. જે બાદ આરોપી રિતેશ અને આરોપી મુકેશે છરી કાઢી ફરિયાદીના છાતીના ભાગે, ખંભા ઉપર તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હુમલા દરમિયાન રોડ પર લોકો એકત્ર થતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં ફરિયાદીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સમર્પણ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલાના બનાવ અંગે પોલીસે અજાણ્યા આરોપી મુકેશ અને રિતેશ નામના બંને શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૩૫૨, ૫૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!