મોરબીના પીપળી ગામ નજીક શિવપાર્ક સોસાયટીમાં એલસીબીની રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ માલી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી મકાન માલિક હાજર ન મળતા પોલીસે તેને ફરાર દર્શાવી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસ ટીમ પ્રોહિ.-જુગાર ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હોય ત્યારે પીપળી રોડ શિવપાર્ક સોસાયટી-૨ માં રહેતા બીપીનભાઈ હિંમતલાલ મહેતા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે પોલીસે મકાનમાં રેઇડ કરતા જ્યાં મકાનના પગથિયા નીચે પ્લાસ્ટિકના ઝબલામાંથી વિદેશી દારૂની કુલ ૧૦ બોટલ કિ.રૂ. ૭,૧૦૬/- મળી આવી હતી. હાલ એલસીબી પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી બીપીનભાઈ મહેતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ફરાર આરોપીને પકડી કેવા ચક્રો ગતિમાન કર્યા છે.






