Wednesday, September 2, 2026
HomeGujaratબંધુનગર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકને ગંભીર ઈજા

બંધુનગર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકને ગંભીર ઈજા

સ્પ્લેન્ડર ચાલકે બેફિકરાઈથી કાવું મારતાં અથડાયેલ ટીવીએસ બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતાં રાજકોટ સારવાર હેઠળ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર-મોરબી રોડ પર બંધુનગર ગામ પહેલા સોનમ સિરામિક નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા અજયભાઈને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ તેઓ છેલ્લા નવ દિવસથી રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર, મૂળ વિડી જાંબુડીયા તા. વાંકાનેરના વતની હાલ ઢુંવા ગામ માટેલ રોડ ઉપર રહેતા હેમલતાબેન દિલીપભાઈ ચાવડા ઉવ.૩૯એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૦૩-સીજે-૨૮૬૨ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૩/૦૮/૨૦૨૬ના રોજ સાંજના આશરે છ વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ અજયભાઈ ટીવીએસ રાઈડર મોટરસાયકલ નં. જીજે-૩૬-એએમ-૭૯૨૪ લઈને ઢુંવાથી મોરબી તરફ જતા હતા. દરમિયાન બંધુનગર ગામ પહેલા સોનમ સિરામિક નજીક રોડ પર આગળ જઈ રહેલા આરોપી સ્પ્લેન્ડર બાઈકના ચાલકે બેફિકરાઈથી અચાનક કાવું મારતાં અજયભાઈના બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં અજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થિતિ ગંભીર હોવાથી પરિવારજનોએ તેમને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેઓ હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!