Wednesday, September 2, 2026
HomeGujaratવાંકાનેરમાં જૂના મનદુઃખનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંક્યા

વાંકાનેરમાં જૂના મનદુઃખનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંક્યા

વાંકાનેરમાં અગાઉ મિત્ર સાથે થયેલ બોલાચાલીમાં ઉપરાણું લઈને આવ્યાનો ખાર રાખી યુવકને ગાળો આપી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પંચાસર રોડ પંચવટી સોસાયટીમાં રહેતા સાગરભાઈ ભુપતભાઈ પાટડીયા ઉવ.૨૭) ગઈકાલે તા.૧ સપ્ટેમ્બરે મિત્ર સાથે લક્ષ્મીપરા ચોકથી દાણાપીઠ રોડ પર કિસ્મત ફરસાણ પાસે ગયા હતા. ત્યાં આરોપી શુભમ ભાટી રહે. વિશીપરા વાંકાનેર વાળાએ અગાઉ મિત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ફરિયાદી સાગરભાઈને ગાળો આપી છરી વડે હુમલો કરતાં સાગરભાઈને હાથ કાંડા તથા કોણી નીચે બે ઘા વાગ્યા હતા. જેથી તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર બાદ સાગરભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં આરોપી શુભમ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!