Wednesday, September 2, 2026
HomeGujaratલજાઈમાં રાઘવ પોલીમર્સમાં જુગારધામ ઝડપાયું, ૭ જુગારી રૂ.૨.૯૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

લજાઈમાં રાઘવ પોલીમર્સમાં જુગારધામ ઝડપાયું, ૭ જુગારી રૂ.૨.૯૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મળતી માહિતી અનુસાર, લજાઈ ગામની સીમમાં પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસની ઉપરની ઓરડીમાં મીતેશભાઈ પટેલ બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે ટંકારા પોલીસે ઉપરોક્ત રાઘવ પોલીમર્સમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા મીતેશભાઈ દિનેશભાઈ અઘારા ઉવ.૨૭ રહે.હાલ બોની પાર્ક શિવાલય હાઇટ્સ ફ્લેટ નં.૭૦૧ રવાપર રોડ મોરબી મૂળ શકત શનાળા તા.જી. મોરબી, ગૌરવભાઈ નથુભાઈ વરમોરા ઉવ.૩૧ રહે. શકત શનાળા નવા પ્લોટ તા.જી. મોરબી, દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ પાડલીયા ઉવ.૩૨ રહે. શકત શનાળા નવા પ્લોટ તા.જી. મોરબી, વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા ઉવ.૩૦ રહે.લોટસ એ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૮૦૨ શક્તિ ટાઉનશીપ પાસે રવાપર મોરબી મૂળ રામગઢ (કોયલી), રવીકુમાર અમૃતલાલ વાધડીયા ઉવ.૩૦ રહે. રાજપર તા.જી. મોરબી, વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતિયા ઉવ.૪૦ રહે. જેતપર તા.જી. મોરબી, ભાવેશભાઈ મનજીભાઈ જગોદરા ઉવ.૩૬ રહે. વૈભવલક્ષ્મી સોસાયટી યોગેશ્વર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૬૦૧ રવાપર મોરબી મૂળ મોટા ખીજડીયા તા. ટંકારા વાળાને પોલીસે રોકડા રૂ.૨,૨૩,૨૦૦/- અને ૭ મોબાઇલ ફોન કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૯૨,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ સાથે ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!