Monday, September 14, 2026
HomeGujaratરાજકોટમાં 19-20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું 28મું ભવ્ય મહાઅધિવેશન યોજાશે

રાજકોટમાં 19-20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું 28મું ભવ્ય મહાઅધિવેશન યોજાશે

સમાજની એકતા અને વિકાસના મુદ્દે થશે વિચારમંથન; સાંસ્કૃતિક લોકડાયરો, સંત-સન્માન અને મહાપ્રસાદ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

- Advertisement -
- Advertisement -

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ જિલ્લા દ્વારા સમાજના ભાઈ-બહેનોને એક મંચ પર લાવી એકતા, પ્રગતિ અને સર્વાંગી વિકાસ અંગે વિચારવિમર્શ કરવાના શુભ આશયથી આગામી તારીખ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે 28મું ભવ્ય મહાઅધિવેશન યોજાશે. આ ઐતિહાસિક મહાઅધિવેશનના યજમાન તરીકે રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે.

આ મહાઅધિવેશનનું આયોજન અવસર પાર્ટી પ્લોટ, જામનગર રોડ, પરાપીપળિયાના પાટિયા નજીક, રેલવે ફાટક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. બે દિવસીય અધિવેશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરોમાંથી પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, સંતો-મહંતો તેમજ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનો

પ્રથમ દિવસ: શનિવાર, 19 સપ્ટેમ્બર ને સાંજે 4:00 કલાકે શરૂ થશે જેમાં મુખ્ય સમિતિના આમંત્રિત મહેમાનોનું સ્વાગત-આગમન સાંજે 4:30 કલાકે અને વિચારવિમર્શ સમિતિની મહત્વપૂર્ણ બેઠક સાંજે 7:00 થી 9:00 કલાકે તેમજ સમસ્ત જ્ઞાતિજનો માટે બ્રહ્મભોજન તથા પ્રસાદ. રાત્રે 9:00 થી 12:00 કલાકે: ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરો, જેમાં વિશ્વવિખ્યાત લોકસાહિત્યકાર સાગરભાઈ રાવલ તથા હરેશદાન સુરુ સુર-વાણીની રમઝટ બોલાવશે.

બીજો દિવસ: રવિવાર, 20 સપ્ટેમ્બર

 સવારે 9:00 કલાકે: દીપ પ્રાગટ્ય સાથે મહાઅધિવેશનના મુખ્ય સત્રનો શુભારંભ.

સવારે 10:00 કલાકે: વિવિધ શહેરોમાંથી પધારેલા પ્રતિનિધિઓ તથા નવનિયુક્ત પ્રમુખોનું સન્માન

સવારે 10:30 કલાકે: મુખ્ય આમંત્રિત મહેમાનોનું સન્માન સમારોહ.

સવારે 11:00 કલાકે: ઉપસ્થિત પૂજ્ય સંતો-મહંતોનું સ્વાગત અને પાદપૂજન-સન્માન.

ઠરાવોની જાહેરાત: વિચારવિમર્શ સમિતિમાં ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજના હિતાર્થે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને ઠરાવોની સત્તાવાર જાહેરાત થશે.

બપોરે 12:00 કલાકે: સમૂહ મહાપ્રસાદ સાથે અધિવેશનની પૂર્ણાહુતિ.

બહારગામથી આવતા જ્ઞાતિજનો માટે રહેવાની સગવડ

બહારગામથી પધારનારા સમાજના ભાઈ-બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે કાર્યક્રમ સ્થળ (અવસર પાર્ટી પ્લોટ) ખાતે જ ઉતારા અને ભોજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઐતિહાસિક 28મા મહાઅધિવેશનને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી મિલનભાઈ શુક્લ, રાજકોટ જિલ્લા પ્રમુખ પંકજભાઈ પી. રાવલ તેમજ સમગ્ર રાજકોટ જિલ્લા ટીમ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મ પરિવારોને સહકુટુંબ ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!